Vivo T3 Pro Launch: મિત્રો, Vivo T3 Pro સ્માર્ટફોન હવે ભારતમાં લોન્ચ થવા જઈ રહ્યો છે. આ ફોન 27 ઑગસ્ટે લોંચ થશે અને તેમાં તમને વધુ સારી display અને મોટી battery મળશે. ચાલો, આ ફોનની સંપૂર્ણ વિગતો જાણીએ.
Vivo T3 Pro હાઈલાઈટ
વિશેષતા | ડિટેલ્સ |
---|---|
લૉન્ચ તારીખ | 27 ઑગસ્ટ, 2024 |
ડિસ્પ્લે | 3D કર્વડ AMOLED, 120Hz રિફ્રેશ રેટ |
બેટરી | 5500mAh, 80W ફાસ્ટ ચાર્જિંગ |
કેમેરા | 50MP Sony IMX882 OIS પ્રાઈમરી કેમેરા |
પ્રોસેસર | Qualcomm Snapdragon 7 Gen 3 |
જાડાઈ | 7.49mm |
કિંત | આશરે 25,000 રૂપિયા |
અન્ય ફીચર્સ | IP64 રેટિંગ, ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર |
Vivo T3 Proની લૉન્ચ તારીખ અને વિશેષતાઓ
Vivo T3 Pro સ્માર્ટફોન 27 ઑગસ્ટ, 2024ના રોજ ભારતમાં લૉન્ચ થવાનું છે. Vivo આ ફોનમાં તમને 5500mAh ની મોટી બેટરી અને 50MPનો અપગ્રેડેડ camera sensor આપી શકે છે. તેમજ 80W ફાસ્ટ ચાર્જિંગની સુવિધા મળી શકે છે.
ફોનમાં શું ખાસ હશે?
મિત્રો, ફોનના હાઇલાઇટ્સની વાત કરીએ તો તેમાં 3D કર્વડ display આપવામાં આવી શકે છે, જે Samsung ની AMOLED ટેકનોલોજી સાથે આવશે. ઉપરાંત, ફોનમાં Snapdragon ચિપસેટ આપવામાં આવી શકે છે. લીક થયેલા રિપોર્ટ્સ અનુસાર, આ એક મધ્યમ શ્રેણીનો સ્માર્ટફોન હશે. Vivo T3 Pro ના પહેલા Vivo T3x અને Vivo T3 Lite પણ ભારતમાં લોન્ચ કરી ચૂક્યા છે.
Vivo T3 Pro ના સ્પેસિફિકેશન
Vivo T3 Pro 3D કર્વડ AMOLED display સાથે આવશે, જેમાં 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ મળશે. સાથે 4,500 nits ની પીક બ્રાઈટનેસ પણ મળશે. આ ફોન eye protection ફીચર સાથે આવશે. ટીઝર ઈમેજ અનુસાર, Vivo T3 Pro સ્માર્ટફોનના રિયર પેનલ પર વેગન લેધરનો ઉપયોગ કરવામાં આવશે, અને ફોનને જુદા જુદા બેક કવર ડિઝાઇનમાં રજૂ કરવામાં આવી શકે છે.
Vivo T3 Pro નો પ્રોસેસર અને કેમેરા
Vivo T3 Proમાં Snapdragon ચિપસેટ આપવામાં આવશે. કેમેરાની વાત કરીએ તો, આ સ્માર્ટફોનમાં 50MP Sony IMX882 પ્રાઈમરી કેમેરા સેન્સર મળશે, જે Optical Image Stabilization (OIS) સાથે આવશે. લીક થયેલા રિપોર્ટ્સ અનુસાર, આ ફોન Qualcomm Snapdragon 7 Gen 3 પ્રોસેસર સાથે આવશે. તેમજ 5500mAhની બેટરી આપવામાં આવી છે, જે 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
કનેક્ટિવિટી ફીચર
મિત્રો, Vivo T3 Pro નવો phone પાતળા ડિઝાઇનમાં આવી રહ્યો છે, તેની જાડાઈ 7.49mm હશે. ઉપરાંત, આ ફોન IP64 rating સાથે આવશે, અને તેમાં ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર આપવામાં આવશે.
સંભવિત કિંમત
વિવોની નવી કિંમતની હજી પુષ્ટિ થઇ નથી. પરંતુ Vivo T2 Pro સ્માર્ટફોનને 23,999 રૂપિયાના પ્રાઈસ પોઇન્ટ પર લોન્ચ કરવામાં આવ્યો હતો. એવા અંદાજ છે કે Vivo T3 Pro ની કિંમત ભારતમાં આશરે 25,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.
નિષ્કર્ષ:
મિત્રો આ લેખ માં વાત કરી કે Vivo T3 Pro મધ્યમ શ્રેણીનો શાનદાર સ્માર્ટફોન છે, જેમાં 50MP કેમેરા, 3D કર્વડ AMOLED display, અને ઝડપી 80W ચાર્જિંગ જેવા ફીચર્સ છે. આ સ્પષ્ટપણે તે સ્માર્ટફોન છે જે પૈસાની યોગ્ય કિંમત આપે છે.